PSC ANGE NI AGTY NI PDF 1 DOWNLOD KARO
*મિશન PSE પરીક્ષા ધોરણ:-6 જનરલ નોલેજના 50 પ્રશ્નો પૂછાય છે*
ભાગ:- 18
ભાગ:-17
ભાગ:-16
ભાગ:-15
ભાગ:-14
ભાગ:-13
ભાગ:-12
ભાગ:-11
ભાગ:-10
ભાગ:-9
*ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ*
👉સેકન્ડ
ઘડિયાળ માં સેકન્ડ કાંટો એક વખત ખસે ,તો એક સેકન્ડ થઇ કહેવાય .
સમય નો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે .
સમય નો નાનો એકમ સેકન્ડ છે .
મિનિટ ;
સેકન્ડ કાંટો 12 ઉપરથી શરુ કરી ને ફરીથી 12 ઉપર આવે ,ત્યારે એક મિનિટ થઇ કહેવાય
ઘડિયાર માં મિનિટ કાંટો એક વખત ખસે તો એક મિનિટ થઇ કહેવાય .
સંબંધ ; 60 સેકન્ડ ; 1 મિનિટ
કલાક ;
ઘડિયાર માં કલાક કાંટો 12 ઉપરથી ખસીને 1 ઉપર આવે એટલે 1 કલાક થયો કહેવાય .અથવા
મિનિટ કાંટો 12 ઉપરથી ચાલુ કરી 12 ઉપર આવે તેવા કુલ 60 આંટા ફરે ત્યારે 1 કલાક નો સમય થયો કહેવાય .
સંબંધ ; 60 મિનિટ = 1 કલાક
1 કલાક =60 મિનિટ =60x 60 સેકન્ડ =3600 સેકન્ડ
દિવસ ;
પૃથ્વી પોતાની અક્ષ પર એક ચક્કર પૂર્ણ કરવાના સમય ને એક સૂર્ય દિવસ કહે છે .
આ પ્રકારે એક સૂર્ય દિવસ ની અવધિ ને 24 સરખા ભાગો માં વિભાજિત કરવામાં આવ્યું છે . અને પ્રત્યેક ભાગ ને એક કલાક રૂપે દર્શાવવામાં આવ્યું છે .
આ કુલ 24 ભાગ મળી ને એટલે કે 24 કલાક ને એક દિવસ કહે છે .
સંબંધ ; 24 કલાક = 1 દિવસ
1 દિવસ =24 કલાક =1440 મિનિટ
અઠવાડિયું
સાત દિવસ ભેગા થઇ બનતા સમૂહને અઠવાડિયું તરીકે ઓળખાય છે ..
એક અઠવાડિયા માં સાત વાર હોય છે .
વાર નો ક્રમ = રવિવાર ,સોમવાર ,મંગળવાર ,બુધવાર ,ગુરુવાર ,શુક્રવાર અને શનિવાર
અઠવાડિયાનો પેહેલો વાર રવિવાર હોય છે અને છેલ્લો વાર શનિવાર હોય છે .
પખવાડિયું =
15 દિવસ ના સમૂહ ને પખવાડિયું તરીકે ઓળખાય છે .
મહિના ;
30 દિવસ ના સમૂહ ને મહિનાનો સમય ગણવામાં આવે છે .
વર્ષ માં 12 મહિના હોય છે
નીચે પ્રમાણે છે
જાન્યુઆરી =31 જુલાઈ = 31
ફેબ્રુઆરી =28/29 ઓગસ્ટ =31
માર્ચ = 31 સપ્ટેમ્બર =30
એપ્રિલ =30 ઓક્ટોબર = 31
મે = 31 નવેમ્બર = 30
જૂન = 30 ડિસેમ્બર = 31
વર્ષ =
પૃથ્વી સૂર્ય ની પરિક્રમા કરવામાં જેટલો સમય લે છે તેને એક વર્ષ કહે છે .
એક સૂર્ય વર્ષ એટલે 365 દિવસ ,5 કલાક 48 મિનિટ ,47 સેકન્ડ
1 સૂર્ય વર્ષ 365 દિવસ 6 કલાક પરંતુ વ્યવહાર માં સરળતા ખાતર 365 દિવસ લેખે ગણવામાં આવે છે
લિપ વર્ષ = આ પ્રકારે પ્રતેક વર્ષ 6 કલાક ની ઉણપ હોય છે .અર્થાત 1/4 દિવસ ની જેથી 1/4 . દિવસ ની ઉણપ વર્તાય છે . તેને પૂર્ણ કરવા માટે પ્રતેક 4 વર્ષ માં એક વર્ષ ના 366 દિવસ રાખવામાં આવે છે તે વર્ષ ને લિપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે .
સામાન્ય રીતે વર્ષ ના 52 અઠવાડિયા હોય છે .
કેલેન્ડર =
કોઈ પણ મહિનાની કઈ તારીખે કયો વાર છે તે કેલેન્ડર ની મદદ થી જાણી શકાય છે .
જો 1 તારીખે રવિવાર હોય તો 1 માં સાત -સાત ઉમેરતા જઇયે તો બીજા રવિવાર અનુક્રમે 8 ,15 22 અને 29 તારીખોએ આવે છે .

No comments:
Post a Comment